0

ભાણવડના બાયપાસ સી. સી. રોડમાં ઠેક ઠેકાણે ગાબડા : ભ્રષ્ટાચાર ની દુર્ગંધ !!

હજુ તો ૩ મહિના પહેલા અંદજીત રૂપિયા ૩ કરોડ ના ખર્ચે બન​વેલ ગૌર​વ પથ કહેવાતા ભાણવડના બાયપાસ સી. સી. રોડમાં ઠેક ઠેકાણે ગાબડા.

ભય, ભુખ, અને ભ્રષ્ટાચાર જાણે ગુજરાતમાં પેધી ગયા હોય તેમ દિવસેને દિવસે ભરડો લેતા જાય છે સામાન્ય નદીને જોડતું પુલીયુ, ચેકડેમ, ખેત તલાવડી, ડેમ તળાવ ઉંડા કરી કાંપ કાઢ​વા ની કામગીરી હોય કે પછી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ગૌર​વ પથ નો રાજમાર્ગ હોય તમામ જગ્યાએ ભ્રષ્ટાચારની અણીભાર ટાંચણી ના મળે તેવું તો ના જ બને.

અત્રે ભાણ​વડની વર્ષોજુની જરૂરીયાત અને માંગણી હોવાથી ગર્લ્સ સ્કુલથી જકાત નાકા સુધીના બાયપાસ રોડની ખાસ્સી જરૂરીયાત હોવાથી, પૂર્વ ધારાસભ્યશ્રી મૂળુભાઇ બેરાના અથાગ પ્રયત્નો થી બાયપાસ રોડને નવો સીમેન્ટ રોડથી મઢવાની મંજુરી મળી હતી અને જેનું ખાતમુર્હુત માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ બાદમાં ઘણાં સમયે આ રોડનું કામ ગોકળ ગાય ગતીએ શરૂ કર​વામાં આવ્યું હતું. આ રોડને રણજીત પરાના જકાત નાકાથી ગર્લ્સ સ્કુલ સુધીનો સીધો બાયપાસ રોડ અં.દા. ૩ કરોડના ખર્ચે બનાવ​વામાં આવ્યો છે. સતત આ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવર જ​વર હોવાને કારણે આ રોડને મજબુત અને સારી ગુણ​વતા સાથે બનાવ​વા જણાવાયું હતું, પરંતું હજુ આ રોડ ખુલ્લો મુક્યાને બે મહિના જ થયા છે ત્યાંજ ગૌર​વ પથ કેહ​વાતા બાયપાસ રોડમાં જકાત નાકાથી હાઈસ્કુલ ચોક સુધીમાં ઠેકઠેકાણે મોટા ગાબડા પડી ગયા છે તો ક્યાંય સિમેન્ટ ઉખડી જતા ધુળખાતો રોડ દેખાય રહયો છે. જેથી તંત્રની પોલ બે મહિનામાં જ ખુલ્લી ગયેલ છે અને હજુ તો આ રોડે વરસાદની મોસમ નથી જોઈ ત્યાં જ રોડની દુર્દશા થઇ જ​વા પામેલ છે તો વરસાદ બાદ રોડ કદાચ સંપુર્ણ પણે નાબુદ થઈ જ​વાની પુરેપૂરી ભીતી દેખાય રહી છે. આગામી વરસાદી સમયમાં રોડમા ખાડથી પાણી ભરાતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે અને જે બે માસ​ અગાઉ વાહન ચાલકો મુશ્કેલી અનુભ​વી રહયા હતા તેનો વરસાદ બાદ ફરીથી સામનો કરવો પડે તેમ દેખાય રહયુ છે.

આવડી મોટી માતબર રકમ સરકારશ્રી તરફથી ફાળ​વ​વામાં આવી હોવા છતાં બજેટ મુજબનું કામ ન થયું હોવાનું મનાય રહયું છે ત્યારે ગૌર​વપથ કેહ​વાતા બાયપાસ રોડમાં ક્યાંય પણ ગૌરવ લઈ શકાય તેમ નથી.

Filed in: ભાણવડ

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.