0

આજ નો સુવિચાર

– આ દુનિયા મા દરેક માણસ એમ સમજે છે કે પોતે ખુબ ચાલાક છે પણ તેને કુદરત ની ચાલાકી ની ખબર નથી તેટલે તે પોતાની જાત ને બહુ ચાલાક સમજે છે.

– જો જીવનમાં બધું જ સમજ અને આયોજનપૂર્વક કરવામાં આવે તો જોખમ જેવું કંઈ જ નથી. — નેપોલિયન

– જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી; પણ જેની ઈચ્છાઓ અતુપ્ત હોય છે તે ગરીબ છે.

– જે ગરીબી આળસ , વ્યસન, મૂર્ખતા અને નકામાં ખર્ચ ને કારણે આવી હોય તે શરમજનક છે, એ સિવાયની ગરીબી માટે શરમાવાનું ન હોય.

– જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.

– જે ગરીબી આળસ , વ્યસન, મૂર્ખતા અને નકામાં ખર્ચ ને કારણે આવી હોય તે શરમજનક છે, એ સિવાયની ગરીબી માટે શરમાવાનું ન હોય.

– જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.

– આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.

– કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.

– પુછતા નર પંડિત થાય, પણ સતત પૂછ પૂછ કરનારા ખંડિત પણ થાય શકે છે.

– “મને બધું જ્ઞાન છે” તે બાબત જ અજ્ઞાનતાના પ્રમાણપત્ર સમાન છે.

– વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.

– વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધાં જ વરદાનોનો આધાર છે.

Filed in: સુવિચાર

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.