0

આળસ

– આળસ બહુ જ ધીમે ધીમે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબીલે છે. આળસ માનવીનો મહાન શત્રુ છે.

– ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસ થી આવતી નથી. જે મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઈ જાય.

– આળસ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું છે, સમયની બરબાદી છે અને શાંતિને હરનાર છે. જેને કંઈ કામકાજ કરવાનું હોતું નથી, તેને માટે થોડા જ વખતમાં જીવન નીરસ બની જય છે,

– વધારે પડતા કાર્યનો બોજો નહિ પણ અનિયમિતતા (આળસ) માનસને મારી નાખે છે. – ગાંધીજી

– કામગરા માણસને એક જ ભૂત પજવે છે; આળસુને હજાર ભૂતો પજવે છે.

– ફક્ત કશું ન કરનારા માણસને જ આળસુ કહેવાય એવું નથી , પણ જેને સારું કે અગત્યનું કામ કરવાનું હોવા છતાં તેને છોડી બીજા કામમાં રચ્યોપચ્યો રહે તે પણ આળસુ કહેવાય.

– આળસુ માણસ હંમેશાં દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ રહે છે.

Filed in: સુવિચાર

Recent Posts

Bookmark and Promote!

Leave a Reply

You must be Logged in to post comment.

© 2018 ગુજરાતિ ન્યુઝ. All rights reserved. XHTML / CSS Valid.